Union Budget 2024: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે નાગરિકોએ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટ 2024-25માં કોઈ અદભૂત જાહેરાતની અપેક્ષા રાખવી જોઈએ નહીં. નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ નવી સરકારની રચના બાદ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 2024માં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને તેની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.