Gujarat Legislative Assembly: આ બજેટ સત્રમાં તા.2જી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. પ્રવકતા મંત્રી એ ઉમેર્યું કે,આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે.સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ મુજબ તારીખ 1લી ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.