Get App

Gujarat Budget: વિધાનસભામાં 3,32,465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ

ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે બીજી વખત 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. રાજ્ય વિધાનસભાનાં બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 02, 2024 પર 2:24 PM
Gujarat Budget: વિધાનસભામાં 3,32,465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂGujarat Budget: વિધાનસભામાં 3,32,465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ
ગુજરાત વિધાનસભા બજેટ live

Gujarat Budget: ગુજરાત વિધાનસભાનું બજેટ (Gujarat Budget) સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયુ છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. આજે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કરશે. અંદાજે સવા ત્રણ લાખ કરોડનું બજેટનું કદ રહેશે. નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીથી લઈ 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમ્યાન 26 બેઠકો યોજાશે.

ગુજરાત બજેટ અંગે ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંદાજપત્ર સત્રના બીજા દિવસે શુક્રવારે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કરનાર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં ગુજરાતનો આગામી પચ્ચીસ વર્ષનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ રોડ મેપમાં તમામ વર્ગોના કલ્યાણની અનેક વિધ યોજનાઓ, યુવા, કિસાનો, ગરીબ, આદિજાતિ, દલિત અને ઓબીસીના ઉત્કર્ષ માટેની નવી યોજનાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ પહેલા તેમણે જણાવ્યુ હતુ કે, “પીએમ મોદીએ વિકસિત ભારત 2047 નો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ સીએમ ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠશ વિકસિત ગુજરાત 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડમેપના આધારે ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને પ્રાધાન્ય આપીને જોગવાઇઓ કરવામાં આવી છે. ખાસ કરીને આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇવાળું બજેટ હશે.”

વિધાનસભામાં 3,32,465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ - ગુજરાત વિધાનસભામાં 3,32,465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો