Interim Budget 2024: મોદી સરકાર 2.0 નો કાર્યકાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે અને બંન્ને પારીઓમાં સરકાર દ્વારા મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, ડિજિટલાઈઝેશન, દવાઓના ભાવ ઘટાડવા સહિત ઘણા ક્ષેત્રોમાં કામ કરવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દવાઓ સસ્તી થઈ ગઈ છે, જ્યારે એમ્સ જેવી હોસ્પિટલોમાં એપોઈન્ટમેન્ટ અને સર્જરી કરાવવાની પ્રક્રિયા સરળ બની ગઈ છે. સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી, 2024ના રોજ લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવશે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સહિતના ઘણા ક્ષેત્રોમાં લોકોને રાહત મળવાની અપેક્ષા છે.