Interim Budget 2024: આ મહિનાની 31 તારીખથી બજેટ સત્ર શરૂ થઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. આ વખતે સરકાર વચગાળાનું બજેટ રજૂ કરશે. વાસ્તવમાં ચૂંટણીને કારણે આ બજેટમાં મોદી સરકારના કાર્યકાળની નાણાકીય વિગતો હશે. આ પછી, જ્યારે નવી સરકાર રચાય છે ત્યારે નિયમિત અથવા સંપૂર્ણ બજેટ બહાર પાડવામાં આવે છે. મોદી સરકારના આ કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેને એકલાએ તૈયાર નથી કર્યું, બદલે આખી ટીમે તેને તૈયાર કર્યું છે.