Interim Budget 2024: બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીનું વર્ષ હોવાને કારણે, આ વખતે સરકાર વચગાળાનું બજેટ (Interim Union Budget 2024) રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી 2024ના રોજ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરશે, આ તેમનું પ્રથમ વચગાળાનું બજેટ હશે. બજેટ પહેલા 24 જાન્યુઆરીએ નાણા મંત્રાલયની ઓફિસ (નોર્થ બ્લોક) ખાતે 'હલવા સેરેમની' યોજાઈ હતી.