Get App

Interim Budget 2024: જોઈ શકાય છે પીએમ મોદીની ગેરંટીની છાપ, મધ્યમ વર્ગ અને ખેડૂતો સહિત મતદારોના મોટા વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ

Interim Budget 2024: 2019 નું વચગાળાનું બજેટ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેઓ તે સમયે નાણાં પ્રધાનની વધારાની જવાબદારી સંભાળતા હતા. તે બજેટમાં, મધ્યમ વર્ગ માટે આવકવેરાની છૂટમાં વધારો કરવામાં આવ્યો હતો, જેનાથી રૂપિયા 5 લાખ સુધીની કરપાત્ર આવક કરમુક્ત બની હતી.

MoneyControl Newsઅપડેટેડ Jan 29, 2024 પર 3:26 PM
Interim Budget 2024: જોઈ શકાય છે પીએમ મોદીની ગેરંટીની છાપ, મધ્યમ વર્ગ અને ખેડૂતો સહિત મતદારોના મોટા વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસInterim Budget 2024: જોઈ શકાય છે પીએમ મોદીની ગેરંટીની છાપ, મધ્યમ વર્ગ અને ખેડૂતો સહિત મતદારોના મોટા વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ
Interim Budget 2024: 2024નું બજેટ 2019ના વચગાળાના બજેટ જેવું હોઈ શકે

Interim Budget 2024: બજેટ 2024 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ છે. એપ્રિલ-મે મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે વચગાળાનું બજેટ ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટમાં મોદીની ગેરેન્ટીની છાપ હોય તેવી શક્યતા છે. મધ્યમ વર્ગ, ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત મતદારોના મોટા વર્ગને આકર્ષવા માટે પોપ્યુલર યોજનાઓ રજૂ કરી શકાય છે.

ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે આ વાત કહી છે. તેમણે એમ પણ કહ્યું કે જો જરૂરી હોય તો સરકાર આ ગેરંટી પૂરી કરવા માટે રાજકોષીય ખાધના લક્ષ્યને લઈને કેટલીક છૂટછાટો લઈ શકે છે.

2024નું બજેટ 2019ના વચગાળાના બજેટ જેવું હોઈ શકે

ગર્ગે પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘વાસ્તવમાં, લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલ વચગાળાનું બજેટ સત્તામાં રહેલી પાર્ટી માટે મફત અને પોપ્યુલર યોજનાઓ દ્વારા મતદારોને આકર્ષવાની તક છે. વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં પણ આપણે આવું થતું જોયું છે. સરકારે 2019માં મધ્યમ વર્ગ, ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને નિશાન બનાવ્યા હતા. આ કુલ મળીને અંદાજે 75 કરોડ મતદારો છે. સરકાર આ વખતે પણ આ મતદારોનું ખાસ ધ્યાન રાખે તેવી શક્યતા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો