Get App

Interim Budget 2024: પીએમ વિશ્વકર્મા યોજનાથી લાખો લોકો જોડાયા, બેંકિંગ સિસ્ટમમાં સુધાર-દ્રોપદી મુર્મુ

Interim Budget 2024: રાષ્ટ્રપતિ મુર્મૂનું સંયુક્ત સદનને સંબોધન કર્યુ. નવા સદન ભવનમાં મારું પહેલું સંબોધન છે. નવા સંસદમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ઝલક જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2024 પર 12:25 PM
Interim Budget 2024: પીએમ વિશ્વકર્મા યોજનાથી લાખો લોકો જોડાયા, બેંકિંગ સિસ્ટમમાં સુધાર-દ્રોપદી મુર્મુInterim Budget 2024: પીએમ વિશ્વકર્મા યોજનાથી લાખો લોકો જોડાયા, બેંકિંગ સિસ્ટમમાં સુધાર-દ્રોપદી મુર્મુ
Interim Budget 2024: રાષ્ટ્રપતિ મુર્મૂનું સંયુક્ત સદનને સંબોધન કર્યુ. નવા સદન ભવનમાં મારું પહેલું સંબોધન છે.

Interim Budget 2024: રાષ્ટ્રપતિ મુર્મૂનું સંયુક્ત સદનને સંબોધન કર્યુ. નવા સદન ભવનમાં મારું પહેલું સંબોધન છે. નવા સંસદમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ઝલક જોવા મળી. અમૃતકાળમાં આવું ભવ્ય ભવન બન્યું છે. નવા ભવનમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની મહેક દેખાય રહી છે. નવા ભવનમાં નીતિઓ પર સાર્થક સંવાદની અપેક્ષા છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું અમૃત ઉત્સવમાં 75,000થી વધુ અમૃત સરોવર બન્યા. વીતેલું વર્ષ અનેક ઐતિહાસિક સિધ્ધિઓ માટે રહ્યુ. કર્તવ્ય પથ પર નેતાજીની પ્રતિમા સ્થાપિત કરી. ચંદ્ર પર ધ્વજ ફરકાવનાર પહેલો ભારત દેશ છે. છેલ્લા બે ક્વૉટરથી 7.5%ના દરે ગ્રોથ નોંધાયો. ભારતે સફળતા સાથે આદિત્ય મિશન લૉન્ચ કર્યું.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું ઐતિહાસિક G20 સંમેલનની સફળતાએ ગૌરવ વધાર્યું. ભારતને સૌથી મોટો સમુદ્રી પુલ અટલ સેતુ મળ્યો. ભારત સૌથી ઝડપથી 5G રોલઆઉટ કરનારો દેશ છે. મિશન મોડ પર લાખો યુવાઓને સરકારી નોકરી મળી. જંગલરાજ હવે ઈતિહાસ બની રહ્યો.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું લોકસભા, વિધાનસભામાં મહિલાઓની ભાગીદારી વધી. આદિવાસીનુ પ્રતિનિધિત્વકરતો J&K રિઝર્વેશન કાયદો બનાવ્યો. સંવિધાન લાગૂ થવાની 75મી વર્ષગાંઠ ઉજવણી કરી. રામ મંદિરની આકાંક્ષા સદીઓથી હતી જે આજે પૂર્ણ કરી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો