Get App

Parliament Budget Session 2024: 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર, જાણો ક્યાં સુધી ચાલશે

સૂત્રોનું માનીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ 31 જાન્યુઆરીથી યોજાનાર બજેટ સત્રમાં 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025નું વચગાળાનું બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ બજેટ સત્રની શરૂઆત સાથે સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. આ પછી, આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ પણ 31 જાન્યુઆરીએ જ રજૂ કરવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2024 પર 11:10 AM
Parliament Budget Session 2024: 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર, જાણો ક્યાં સુધી ચાલશેParliament Budget Session 2024: 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર, જાણો ક્યાં સુધી ચાલશે
વચગાળાના બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ હોઈ શકે છે. એટલું જ નહીં મહિલાઓને લઈને કેટલીક મોટી જાહેરાતો પણ થઈ શકે છે.

Parliament Budget Session 2024: સંસદના બજેટ સત્રને લઈને મોટી માહિતી સામે આવી છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે, જે 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. સૂત્રોએ આ માહિતી આપી છે. સંસદનું બજેટ સત્ર 31 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થશે અને ત્યારબાદ આર્થિક સર્વેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

સૂત્રોનું માનીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ 31 જાન્યુઆરીથી યોજાનાર બજેટ સત્રમાં 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025નું વચગાળાનું બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ બજેટ સત્રની શરૂઆત સાથે સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. આ પછી, આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ પણ 31 જાન્યુઆરીએ જ રજૂ કરવામાં આવશે.

સૂત્રોએ એમ પણ કહ્યું કે વચગાળાના બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ હોઈ શકે છે. એટલું જ નહીં મહિલાઓને લઈને કેટલીક મોટી જાહેરાતો પણ થઈ શકે છે. જો કે તમામની નજર આ સત્ર પર રહેશે, કારણ કે લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ આવી રહ્યું છે.

ગત વર્ષ બજેટ સત્રમાં કેટલુ કામ થયુ હતુ

બધા સમાચાર

+ વધુુ વાંચો