Budget 2024: વચગાળાનું બજેટ 2024 રજૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. નાણામંત્રીએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે આ વખતના બજેટમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં નહીં આવશે. પરંતુ લોકોને ટેક્સ છૂટને લઈને કેટલીક અપેક્ષાઓ છે, જેની જાહેરાત આગામી બજેટમાં થઈ શકે છે.