Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું છઠ્ઠું બજેટ હશે. જો કે આ વર્ષે સામાન્ય ચૂંટણીઓને કારણે મોટી જાહેરાતો અપેક્ષિત નથી, પરંતુ હેલ્થકેર સેક્ટરમાં કેટલાક સકારાત્મક ફેરફારોની આશા છે.