Parliament Budget Session 2024: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું સંસદ સત્ર બનવા જઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં ચૂક થયા પછી, હવે બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓની તપાસ માટે સંસદ પરિસરમાં 140 કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના જવાનોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ સાથે સંસદના કર્મચારીઓને સંસદ ભવન પરિસરમાં ફોટોગ્રાફ કે વીડિયો ન બનાવવાની સૂચના આપવામાં આવી છે. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. સંસદ ભવનના કાર્યકારી સંયુક્ત સચિવ (સુરક્ષા) એ એક પરિપત્રમાં કહ્યું છે કે વારંવાર સૂચનાઓ છતાં કેટલાક અધિકારીઓ પ્રોટોકોલનું પાલન નથી કરી રહ્યા.