1K Kirana Layoff : ગ્રોસરી ટેક સ્ટાર્ટઅપ કંપની 1K કિરાણા બજારે છટણીની જાહેરાત કરી છે. આ છટણી હેઠળ, કંપનીના 40 ટકા કર્મચારીઓ તેમની નોકરી ગુમાવવાના છે. આ મામલાને લગતા અનેક સૂત્રોના જણાવ્યા અનુસાર અલગ-અલગ ટીમના 600થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. કંપનીનું કહેવું છે કે તે તેના બિઝનેસનું રી-સ્ટ્રક્ચર કરશે અને તેની સાથે કેટલાક ભૌગોલિક વિસ્તારોમાં કામ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ કારણ છે કે 1K ગ્રોસરી માર્કેટ મોટા પાયે છટણી માટે તૈયારી કરી રહ્યું છે.