Get App

આવનારા ક્વાર્ટરમાં આવકમાં 25-30 ટકા સીએજીઆર ગ્રોથની આશા: પરાગ મિલ્ક ફૂડ્સ

ગોવર્ધન ઘીનું માર્કેટ શેર 21 ટકા પર રહ્યું છે. બીજા મુખ્ય માર્કેટ લિડરને સામે સારું પ્રદર્શન આપી રહ્યાં છે. GO Cheese સાથે અમે બીજા ક્રમ પર છીએ અને 34 ટકા માર્કેટ શેર પણ રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 08, 2023 પર 1:24 PM
આવનારા ક્વાર્ટરમાં આવકમાં 25-30 ટકા સીએજીઆર ગ્રોથની આશા: પરાગ મિલ્ક ફૂડ્સઆવનારા ક્વાર્ટરમાં આવકમાં 25-30 ટકા સીએજીઆર ગ્રોથની આશા: પરાગ મિલ્ક ફૂડ્સ

પરાગ મિલ્ક ફૂડ્સના એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર, અક્ષાલી શાહનું કહેવું છે કે ગ્રોથ ખૂબ સારો રહ્યો છે 8-9%નો ગ્રોથ જોવા મળ્યો છે. 40 ટકાનો વાર્ષિક ધોરણે ગ્રોથ રહ્યો છે. બ્રાન્ડિંગ અને ડિસ્ટ્રીબ્યુશનથી સારો ગ્રોથ આવ્યો છે. ગ્રોસ માર્જિનમાં 650 ટકા બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. આવકમાં 25-30 ટકા સીએજીઆર ગ્રોથની આશા છે.

અક્ષાલી શાહે આગળ કહ્યું છે કે ગોવર્ધન ઘીનું માર્કેટ શેર 21 ટકા પર રહ્યું છે. બીજા મુખ્ય માર્કેટ લિડરને સામે સારું પ્રદર્શન આપી રહ્યાં છે. GO Cheese સાથે અમે બીજા ક્રમ પર છીએ અને 34 ટકા માર્કેટ શેર પણ રહ્યા છે. અમે "SPORT NUTRITION" સેગમેન્ટમાં પણ ઝંપલાવ્યું છે. અમારી આવકનો 65 ટકા પ્રિમિયમ પોર્ટફોલિયોનો છે. નવા બિઝનેસનું 8 ટકા યોગદાન અમારી આવકમાં છે. આ વર્ષના H2માં કેશ પ્રોફિટમાં સુધારો અપેક્ષિત છે.

NSE કરતાં વધુ ઝડપી BSE કરી રહી બ્રોકર્સ અને ડીપીની તપાસ, SEBIના રિપોર્ટમાં થયો ખુલાસો

અક્ષાલી શાહે વધું કહ્યું કે લાબાંગાળાની પ્રક્રિયા હોવા છતાં દેવું ચુકવવાની શરૂઆત કરી દીધી છે. દેવામાં ઘટાડો કરવો એ અમારો મુખ્ય લક્ષ્ય છે. 3-4 વર્ષમાં દેવા ફેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો