અદાણી એરપોર્ટ આગામી સમયમાં દેશમાં વધુ એરપોર્ટ માટે બિડ કરશે. કંપનીના સીઈઓ અરુણ બંસલે બુધવારે આ જાણકારી આપી. કંપનીનું લક્ષ્ય ભારતનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ એરપોર્ટ ઓપરેટર બનવાનું છે. તમને જણાવી દઈએ કે અદાણી એરપોર્ટ અદાણી ગ્રૂપની કંપની છે, જે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં બિઝનેસ સમૂહ છે. ભારત સરકાર દ્વારા એરપોર્ટ ખાનગીકરણના છેલ્લા રાઉન્ડમાં, અદાણી એરપોર્ટ્સે દેશના 6 એરપોર્ટનું સંચાલન કરવાની બિડ જીતી હતી. કેન્દ્ર સરકાર આગામી કેટલાક વર્ષોમાં લગભગ એક ડઝન જેટલા એરપોર્ટનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે. બંસલે કહ્યું કે અદાણી એરપોર્ટ આ એરપોર્ટ માટે બિડમાં ભાગ લેશે.