Zomato પણ તેની હરીફ કંપની Swiggyના માર્ગ પર ચાલી રહી છે. કંપનીએ હવે 'પ્લેટફોર્મ ફી'ના નામે દરેક ઓર્ડર પર 2 રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું છે. આમાં, ગ્રાહક કેટલું ફૂડ ઓર્ડર કરી રહ્યો છે તેનાથી કોઈ ફરક પડતો નથી. Zomatoએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તે તાજેતરમાં પ્રથમ વખત નફાકારક બની છે. આ વધારાની ફી હાલમાં માત્ર પસંદગીના યુઝર્સ માટે જ લાગુ છે અને Zomatoના ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ Blickint પર લાગુ કરવામાં આવી નથી.