Apple Store: આઇફોન અને મેકબુક બનાવતી સુપ્રસિદ્ધ અમેરિકન ટેક કંપની Appleનો પ્રથમ રિટેલ સ્ટોર ભારતમાં ખુલ્યો છે. ભારતમાં Appleનો પહેલો સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં ખુલ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં એપલનો પહેલો રિટેલ સ્ટોર કંપનીના અત્યાર સુધીના સૌથી ટકાઉ સ્ટોર્સમાંનો એક છે, જે કસ્ટમર્સને ઉત્તમ સેવાઓ પ્રદાન કરશે. BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) માયાનગરીમાં ખૂબ જ વ્યસ્ત સ્થાન છે. આ રિટેલ સ્ટોર ખોલવાની સાથે એપલે ભારતીય માર્કેટમાં ઓફલાઈન એન્ટ્રી કરી છે. Appleએ જાહેરાત કરી કે તે દેશમાં મુંબઈ પછી 20 એપ્રિલે દિલ્હીમાં તેનો બીજો સ્ટોર ખોલશે.