iPhone નિર્માતા Apple એ FY 2023 દરમિયાન ભારતમાં $6 બિલિયનનું વેચાણ કર્યું છે. એક નાણાકીય વર્ષમાં Apple India દ્વારા નોંધાયેલ આ સૌથી વધુ વેચાણ છે. આ એપલ માટે ભારતીય બજારનું વધતું મહત્વ દર્શાવે છે. આ આંકડો એવા સમયે આવ્યો છે જ્યારે એપલના સીઈઓ ટિમ કૂક પોતાની કંપનીનો પહેલો ઓફલાઈન સ્ટોર ખોલવા માટે ભારતમાં છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, Appleની આવકમાં 50 ટકા વૃદ્ધિ નોંધાઈ છે કારણ કે ગયા નાણાકીય વર્ષમાં ભારતમાં તેનું વેચાણ $4.1 બિલિયન હતું. Apple માર્ચ ક્વાર્ટરના આંકડા 4 મેના રોજ જાહેર કરશે અને કંપનીએ આ સમયગાળા દરમિયાન તેની વૈશ્વિક આવકમાં ઘટાડો દર્શાવ્યો છે.