iPhone અને MacBook બનાવનારી Apple ભારતમાં તેના પ્રથમ સ્ટોરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. એપલના સીઈઓ ટિમ કુકે આજે 17 એપ્રિલે કહ્યું છે કે ભારત ખૂબ જ સુંદર સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને તેમાં અકલ્પનીય ઊર્જા છે. આથી, કંપની તેના લાંબા ઇતિહાસને અહીં ચાલુ રાખવા માટે ઉત્સાહિત છે. ટિમ કુકે કહ્યું કે ગ્રાહકોને ટેકો આપીને, સ્થાનિક લોકોમાં રોકાણ કરીને અને વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરીને માનવતાની શ્રેષ્ઠ સેવા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે એપલ ભારતમાં પોતાનો પહેલો માલિકીનો સ્ટોર ખોલવા જઈ રહી છે, જેને લઈને ટિમ કૂક ખૂબ જ ઉત્સાહિત છે. જોકે કંપનીએ લગભગ ત્રણ વર્ષ પહેલા વર્ષ 2020માં દેશમાં તેનો પહેલો ઓનલાઈન સ્ટોર ખોલ્યો હતો.