August Auto sales: ઓટોમોબાઈલ કંપનીઓના જૂન મહિનાના વેચાણના આંકડા મિશ્ર રહ્યા છે. જોકે, મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓ માટે નિકાસમાં ઘટાડો ચિંતાનો વિષય રહ્યો હતો. ઓટો દિગ્ગજ બજાજ ઑટો (Bajaj Auto) એ ઓગસ્ટ 2023 માં 3.41 લાખ યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓગસ્ટ 2022માં કંપનીએ 4.01 લાખ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓગસ્ટ મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ઓગસ્ટ મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 3.30 લાખ યુનિટના અંદાજ કરતાં વધારે હતું.