Get App

B20 summit: આગામી અમૂક વર્ષો માટે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિર રિકવરી મુખ્ય મુદ્દોઃ નિર્મલા સિતારમન

નાણા પ્રધાન નિર્મલા સિતારમને કહ્યું કે આગામી અમૂક વર્ષો સુધી વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિર રિકવરી એક મુખ્ય મુદ્દો હશે. વિશ્વ પહેલા કોવિડ-19 મહામારી અને તે પછી રશિયા-યુક્રેન યુદ્ધને લીધે પિડાયુ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2023 પર 7:01 PM
B20 summit: આગામી અમૂક વર્ષો માટે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિર રિકવરી મુખ્ય મુદ્દોઃ નિર્મલા સિતારમનB20 summit: આગામી અમૂક વર્ષો માટે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિર રિકવરી મુખ્ય મુદ્દોઃ નિર્મલા સિતારમન

નાણા પ્રધાન નિર્મલા સિતારમને કહ્યું કે આગામી અમૂક વર્ષો સુધી વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિર રિકવરી એક મુખ્ય મુદ્દો હશે. વિશ્વ પહેલા કોવિડ-19 મહામારી અને તે પછી રશિયા-યુક્રેન યુદ્ધને લીધે પિડાયુ છે.

દિલ્હીમાં બી20 સમિટને સંબોધતા નાણા પ્રધાને કહ્યું કે મોટા ભાગના દેશો કોવિડ મહામારીમાંથી નોંધપાત્ર રિકવર અમૂક સમય માટે થયા હતા. પરંતુ તે પછી ફરી અર્થતંત્રમાં ઘટાડો થયો હતો અને હવે સ્થિર રિકવરી માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અર્થતંત્રની સ્થિર વૃદ્ધિ એ સૌથી મોટો પ્રશ્ન ફક્ત આ વર્ષ માટે જ નહીં પરંતુ આગામી ઘણા વર્ષો માટે છે.

તેમણે ઉમેર્યું કે ફક્ત કોવિડ-19 મહામારીને લીધે જ પરિસ્થિતિ બગડી નહોતી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ઊર્જા સંબંધિત, અનાજ સંબંધિત, ક્લાઈમેટ ચેન્જ વગેરે મુદ્દા ઉભા થયા હતા. આ બધાની વચ્ચે અર્થતંત્રમાં સ્થિર રિકવરીની ચિંતા વધી છે. વિશ્વમાં ભારતીય અર્થતંત્ર એ સૌથી ઝડપી ગતિએ વિકસતુ અર્થતંત્ર છે અને એપ્રિલ-જૂન 2023-24ના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના આંકડા સારા રહેવાનો અંદાજ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો