Get App

સોની સાથે મર્જર ડીલ તૂટ્યા બાદ ઝી નો શેર 30 ટકા ઘટ્યો, બાયજુની ખોટ 8,245 કરોડ રૂપિયા પર પહોંચી

ઝી-સોની મર્જર ડીલ રદ થયા બાદ આજે ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં 30 ટકાનો ઘટાડો થયો છે. તે 70.50 રૂપિયા (30.47 ટકા)ના ઘટાડા સાથે 160.90 પર બંધ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 24, 2024 પર 1:38 PM
સોની સાથે મર્જર ડીલ તૂટ્યા બાદ ઝી નો શેર 30 ટકા ઘટ્યો, બાયજુની ખોટ 8,245 કરોડ રૂપિયા પર પહોંચીસોની સાથે મર્જર ડીલ તૂટ્યા બાદ ઝી નો શેર 30 ટકા ઘટ્યો, બાયજુની ખોટ 8,245 કરોડ રૂપિયા પર પહોંચી

ગઈકાલના મોટા સમાચાર સ્ટૉક માર્કેટ સાથે જોડાયેલા હતા. સેન્સેક્સ 1,053 પોઈન્ટના ઘટાડા સાથે 70,370 ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટના શેર 30 ટકા ઘટીને બંધ થયો છે. સોના અને ચાંદીના સિક્કા અને ફાઈન્ડિંગ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી છે. જેના કારણે આવનારા દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. સેમસંગે ભારતમાં તેનો પહેલા ઑનલાઈન-ટુ-ઑફલાઈન (O2O) લાઈફસ્ટાઈલ સ્ટોર સેમસંગ BKC ખોલ્યો છે. મુંબઈના જિયો વર્લ્ડ પ્લાઝા મૉલમાં મંગળવારે તેની ઑપનિંગ કરી છે.

શેર બજારમાં ગઈકાલે એટલે કે 23 જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1,053 પોઈન્ટના ઘટાડા સાથે 70,370 ના સ્તર પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 333 પોઈન્ટનો ઘટાડો રહ્યો છે. તે 21,238ના સ્તર પર બંધ થયો છે. બેન્કિંગ અને મેટલ શેર્સમાં આજે વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

ઝી-સોની મર્જર ડીલ રદ થયા બાદ આજે ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં 30 ટકાનો ઘટાડો થયો છે. તે 70.50 રૂપિયા (30.47 ટકા)ના ઘટાડા સાથે 160.90 પર બંધ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો