Pradhan Mantri Suryoday Yojana: કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, આવી જ એક યોજનાની સરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ તરત જ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે. જેના હેઠળ દેશમાં 1 કરોડ ઘરોની છત પર સોલર એનર્જી પેનલ લગાવવામાં આવશે. તેને લઈને પીએમ મોદીએ એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ યોજનાનો ફાયદો કોને મળશે અને તેના નિયમો શું છે.