દેશની સૌથી મૂલ્યવાન એજ્યુટેક કંપની બાયજુ (Byju's)એ બેંગ્લોરમાં તેની સૌથી મોટી ઓફિસ ખાલી કરી છે. ફંડિંગમાં વિલંબ વચ્ચે કંપનીએ ખર્ચ ઘટાડવા અને લિક્વિડિટી વધારવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે. આ સિવાય કંપનીએ શહેરમાં જ અન્ય એક ઓફિસનો કેટલોક ભાગ ખાલી કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. બાયજુની બેંગલુરુમાં ત્રણ ઓફિસ છે, જેમાં 5.58 લાખ ચોરસ ફૂટના કલ્યાણી ટેક પાર્કમાં એક ઓફિસનો સમાવેશ થાય છે, જે કંપનીએ ખાલી કરી છે.