નાણાકીય વર્ષ 2023માં જાહેર ક્ષેત્રની બેન્કોના ક્રેડિટ કાર્ડ સેગમેન્ટની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) વધીને 18 ટકા થઈ ગઈ છે. એક વર્ષ પહેલા જાહેર ક્ષેત્રની બેન્કોના ક્રેડિટ કાર્ડ દ્વારા એનપીએ 9 ટકા હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં આપવામાં આવેલા ડેટા પરથી આ માહિતી મળી છે. "પર્સનલ લોન સેગમેન્ટની એસેટ ક્વોલિટી સુધરી છે. જો કે, ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં ક્ષતિ નજીવી રીતે વધી છે," રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટમાં આપવામાં આવેલ ડેટા દર્શાવે છે કે ક્રેડિટ કાર્ડની NPA માર્ચ 2022માં 9 ટકા હતી, જે માર્ચ 2023માં વધીને 18 ટકા થઈ ગઈ છે.