Get App

Digital Transactions : ઝડપથી વધી રહ્યા છે UPI વ્યવહારો, 2026-27 સુધીમાં દરરોજ એક અબજ ટ્રાન્ઝેક્શન થવાની અપેક્ષા

PwCના 'ધ ઈન્ડિયન પેમેન્ટ્સ હેન્ડબુક - 2022-27' રિપોર્ટ અનુસાર, આગામી પાંચ વર્ષમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ્સમાં કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યના 90 ટકા હિસ્સો UPI હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ડિજિટલ પેમેન્ટ માર્કેટ વોલ્યુમની દ્રષ્ટિએ વાર્ષિક 50 ટકાના દરે વધી રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ May 28, 2023 પર 6:28 PM
Digital Transactions : ઝડપથી વધી રહ્યા છે UPI વ્યવહારો, 2026-27 સુધીમાં દરરોજ એક અબજ ટ્રાન્ઝેક્શન થવાની અપેક્ષાDigital Transactions : ઝડપથી વધી રહ્યા છે UPI વ્યવહારો, 2026-27 સુધીમાં દરરોજ એક અબજ ટ્રાન્ઝેક્શન થવાની અપેક્ષા
નાણાંકીય વર્ષ 2024-2025 સુધીમાં ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ડેબિટ કાર્ડ કરતાં વધી જવાની અપેક્ષા છે.

Digital Transactions : દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. PwC ઈન્ડિયાના એક અહેવાલમાં અંદાજ છે કે 2026-27 સુધીમાં દરરોજ એક અબજ UPI વ્યવહારો થશે. આ રીતે કુલ ડિજિટલ પેમેન્ટમાં તેનો હિસ્સો વધીને 90 ટકા થઈ જશે. PwCના 'ધ ઈન્ડિયન પેમેન્ટ્સ હેન્ડબુક - 2022-27' રિપોર્ટ અનુસાર, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI), જેણે ડિજિટલ પેમેન્ટ્સમાં ક્રાંતિ લાવી છે, તે નાણાકીય વર્ષ 2022-23માં રિટેલ સેગમેન્ટના વ્યવહારોમાં 75 ટકા હિસ્સો ધરાવે છે.

રિપોર્ટમાં બીજું શું કહેવામાં આવ્યું છે?

રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી પાંચ વર્ષમાં UPI રિટેલ ડિજિટલ પેમેન્ટ્સમાં કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યના 90 ટકા હિસ્સો ધરાવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ડિજિટલ પેમેન્ટ માર્કેટ વોલ્યુમની દ્રષ્ટિએ વાર્ષિક 50 ટકાના દરે વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં 103 બિલિયન ટ્રાન્ઝેક્શનથી 2026-27માં 411 બિલિયન ટ્રાન્ઝેક્શન થવાની ધારણા છે.

અહેવાલ મુજબ, “એવું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં UPI દ્વારા દરરોજ એક અબજ વ્યવહારો થશે. આ 2022-23માં 83.71 બિલિયન ટ્રાન્ઝેક્શનથી વધીને 2026-27 સુધીમાં 379 બિલિયન ટ્રાન્ઝેક્શન થશે."

બધા સમાચાર

+ વધુુ વાંચો