ઈ-કોમર્સ પ્લેટફોર્મ ‘દુકાન'ના ફાઉન્ડર અને સીઈઓ સુમિત શાહ આ દિવસોમાં ટ્વિટર પર ઘણી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં સુમિત શાહ તેમના એક ટ્વિટને કારણે આ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. સુમિત શાહે એક ટ્વિટમાં લખ્યું છે કે તેમની કંપનીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ 90 ટકા કર્મચારીઓને બદલી નાખ્યા છે. સુમિતનું ટ્વીટ ફેમસ થતાં જ ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા અને ટ્વિટર પર તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમની ટીકા કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે આ નિર્ણયથી કર્મચારીઓના જીવન પર અસર પડી છે.