સુપ્રસિદ્ધ સ્ટાર્ટઅપ યુલુ, જે ભાડા પર ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રોવાઇડ કરે છે, હવે વધુ એક મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે. તે હવે પર્સનલ યુઝર્સ માટે લો-સ્પીડ ઈ-સ્કૂટર રજૂ કરવાની યોજના ધરાવે છે. તે હાલમાં યુલુ મિરેકલ દ્વારા રોજ મુસાફરોને અને યુલુ ડેક્સ દ્વારા ડિલિવરી એક્ઝિક્યુટિવ્સને સર્વિસ પૂરી પાડે છે. હવે તે તેના ઉત્પાદનો સીધા અંતિમ યુઝર્સને વેચવાની યોજના ધરાવે છે. કંપનીએ રિટેલ યુઝર્સ માટે મિરેકલ જીઆરની થર્ડ જનરેશન અને કોમર્શિયલ યુઝર્સ માટે ડેક્સ જીઆર લાવવા માટે બજાજ ઓટો સાથે હાથ મિલાવ્યા છે. તેઓ વ્યાપારી યુઝર્સને વેચવામાં આવશે.