એલોન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ટેસ્લા (Tesla) ભારતમાં રોકાણ કરવા માંગે છે. આ અંગે તેમણે મંગળવારે કહ્યું કે તેઓ આ રોકાણ શક્ય તેટલું જલ્દી કરવા માંગે છે. ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેમણે આ વાત કહી. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. અગાઉ સૂત્રોએ સમાચાર એજન્સી રોઇટર્સને માહિતી આપી હતી કે મસ્ક ભારતમાં મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપવાની તેમની યોજના વિશે મોદીને જાણ કરશે. પીએમ મોદીને મળ્યા બાદ મસ્કે ભારતમાં ટેસ્લાની રોકાણ યોજના વિશે જણાવ્યું અને કહ્યું કે તેઓ આવતા વર્ષે ભારત આવવાની યોજના ધરાવે છે.