Get App

એલોન મસ્કની કંપની ટેસ્લાને ઝટકો, ભારત સરકાર ટેક્સમાં છૂટ આપવાનો કરી શકે છે ઇન્કાર

ભારત સરકાર ટેસ્લા ઇન્કને કોઈપણ પ્રકારની કર મુક્તિ આપવાનું વિચારી રહી નથી. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ગયા મહિને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્લાને ભારતમાં 'નોંધપાત્ર રોકાણ' કરવા માટે પ્રેરણા આપી છે. તેમણે એમ પણ કહ્યું કે આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં જોવા મળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 14, 2023 પર 11:19 AM
એલોન મસ્કની કંપની ટેસ્લાને ઝટકો, ભારત સરકાર ટેક્સમાં છૂટ આપવાનો કરી શકે છે ઇન્કારએલોન મસ્કની કંપની ટેસ્લાને ઝટકો, ભારત સરકાર ટેક્સમાં છૂટ આપવાનો કરી શકે છે ઇન્કાર
અગાઉ એવા સમાચાર હતા કે ટેસ્લા ભારતમાં પ્રવેશ માટે ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે. કંપની તેના ઓટો પાર્ટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ ચેઈનને અહીં લાવવા પર કામ કરી રહી છે.

ભારત સરકાર અમેરિકન ઓટોમોબાઈલ કંપની ટેસ્લા ઈન્કને કોઈપણ પ્રકારની ટેક્સ છૂટ આપવાનું વિચારી રહી નથી. રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ 13 જુલાઈ, ગુરુવારે સમાચાર એજન્સી રોઈટર્સને આ માહિતી આપી હતી. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ગયા મહિને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્લાને ભારતમાં 'નોંધપાત્ર રોકાણ' કરવા માટે પ્રેરણા આપી છે. તેમણે એમ પણ કહ્યું કે આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં જોવા મળી શકે છે.

અગાઉ, ટેસ્લા અને ભારત સરકાર વચ્ચેની વાતચીતમાં, ટેસ્લાએ તેના ઇલેક્ટ્રિક વાહનોની આયાત પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિની માંગ કરી હતી. ભારત સરકારે આ માંગને ફગાવી દીધી હતી. મલ્હોત્રાએ ગુરુવારે જણાવ્યું હતું કે, "ટેસ્લા માટે કોઈપણ પ્રકારની ડ્યુટી માફી પર અત્યાર સુધી મહેસૂલ વિભાગની કોઈ વિચારણા નથી."

અગાઉ એવા સમાચાર હતા કે ટેસ્લા ભારતમાં પ્રવેશ માટે ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે. કંપની તેના ઓટો પાર્ટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ ચેઈનને અહીં લાવવા પર કામ કરી રહી છે. આ માટે તે સરકાર પાસેથી રાહતો અને ટેક્સમાં છૂટની અપેક્ષા રાખી રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ટેસ્લા તેની પોતાની સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ અહીં લાવવા માંગે છે પરંતુ સરકારે કંપનીને દેશમાં હાલની ઓટો કમ્પોનન્ટ સપ્લાય ચેઇનનું મૂલ્યાંકન કરવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે મનીકંટ્રોલ અત્યારે તેની સત્યતાની પુષ્ટિ કરી શકતું નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો