GST Council Meet: નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28% GSTનો રેટ 1 ઓક્ટોબર, 2023થી લાગુ થશે. જીએસટી કાઉન્સિલની 51મી બેઠક બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે તેમણે આ માહિતી આપી હતી. આ સાથે, GST કાઉન્સિલે રિયલ-મની ગેમની સંપૂર્ણ રકમ પર 28 ટકા ટેક્સ વસૂલવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. જો કે, બેઠક રેટમિયાન કેટલાક રાજ્યોએ તેના પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી. આ સિવાય કાઉન્સિલે આ ટેક્સ રેટને લાગુ કરવા માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓ વિશે પણ ચર્ચા કરી હતી.