Go First: દેવામાં ડૂબેલી એરલાઇન કંપની ‘ગો ફર્સ્ટ'ની ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની યોજનાને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે, DGCAએ કેટલીક શરતો સાથે આ મંજૂરી આપી છે. ડીજીસીએએ જણાવ્યું હતું કે રેગ્યુલેટર પાસેથી જરૂરી ફંડ અને ફ્લાઇટ શેડ્યૂલની મંજૂરી પછી એરલાઇનને તેની ફ્લાઇટ કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

