GoFirst: વાડિયા ગ્રુપ શક્ય તેટલી વહેલી તકે GoFirstની ફ્લાઇટ સર્વિસ ફરી શરૂ કરવા માટે કેપિટલ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે 225 કરોડ રૂપિયાની લોન લેવા માટે બેન્કો અને અન્ય સંસ્થાઓ સાથે વાતચીત શરૂ કરી છે. કેસ સાથે જોડાયેલા લોકોએ આ જાણકારી આપી. આ એરલાઈનને લોન આપનાર બેન્કોમાંથી એકે કહ્યું કે GoFirst એ સર્વિસ શરૂ કરવા માટે લોન માંગી છે. કંપની રૂપિયા 225 કરોડની નવી લોન માંગે છે. નાદાર કંપની તેની સર્વિસ ચાલુ રાખવા માટે IRP (Interim Resolution Professional) દ્વારા લોન લઈ શકે છે.