29 મેના રોજ, સરકારે ઓફશોર વિન્ડ, ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા પ્રોજેક્ટને ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી હતી. આ છૂટ 25 વર્ષ માટે રહેશે. એનર્જી મંત્રાલયે કહ્યું છે કે આ છૂટ ફક્ત 31 ડિસેમ્બર, 2032 સુધીમાં શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સને જ મળશે. સરકારે કહ્યું છે કે એનર્જી સંગ્રહ સિસ્ટમ પ્રોજેક્ટ્સમાંથી રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા અને ગ્રીન હાઇડ્રોજન/ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સના વિસ્તરણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.