ઓનલાઈન પેમેન્ટમાં ફ્રોડ પર લગામ કસવા માટે સરકાર ડિજિટલ પેમેન્ટ માટે બે યુઝર્સ વચ્ચે પ્રથમ ટ્રાન્ઝેક્શન માટે વધુ સમય રાખવા અંગે વિચારણા કરી રહી છે. સીએનબીસી-બજારને મળેલી માહિતી અનુસાર, સરકાર 2,000 રૂપિયાથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે બે યુઝર્સ વચ્ચેના પ્રથમ ટ્રાન્ઝેક્શન માટે સંભવિત 4 કલાકની વિન્ડો રાખી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ નિયમ અંતર્ગત યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) જ નહીં, પરંતુ અન્ય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, જેમ કે ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)નો પણ સમાવેશ કરવામાં આવશે.