સરકાર ChatGPT જેવી ચેટબોટ હેલ્પલાઇન બનાવી રહી છે. તેનો ઉપયોગ કસ્ટમર્સની ફરિયાદોના નિવારણ માટે થઈ શકે છે. આ માહિતી કેસ સાથે જોડાયેલા લોકોએ આપી છે. વાસ્તવમાં, સરકાર એક એવું ટૂલ બનાવવા માંગે છે, જેના દ્વારા કસ્ટમર્સ વિવિધ ભાષાઓમાં ઓડિયો મેસેજ દ્વારા વાતચીત કરી શકશે. આ ચેટબોટ કસ્ટમર્સની ફરિયાદો માટે ગયા મહિને લોન્ચ કરાયેલા ચેટબોટથી અલગ છે. આ ચેટબોટ વાતચીતની દ્રષ્ટિએ એટલું અસરકારક નથી. તેનું કારણ એ છે કે તે યુઝર્સને સામાન્ય વાતચીતની જેમ વિગતો આપવાનું કહેતું નથી. તેણે તેમને અનેક પગલાઓમાં ઓપ્શન્સ પસંદ કરવાનું કહ્યું. આમાં અનેક પ્રકારની માહિતી આપવાની હોય છે.