સરકાર લોકલ ક્લાઉડ-ટેક્નોલોજી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને મદદ કરવાની યોજના બનાવી રહી છે. તેનો હેતુ લોકલ કંપનીઓને Microsoft Azure, Amazon Web Services અને Google Cloud જેવી દિગ્ગજ કંપનીઓ સાથે કોમ્પિટિશન કરવામાં મદદ કરવાનો છે. આ માહિતી કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરન પાસેથી મળી છે. સરકાર આ યોજના ત્યારે બનાવી રહી છે જ્યારે આ મોટી કંપનીઓ પહેલાથી જ વિકાસ માટે સંઘર્ષ કરી રહી છે. વાર્ષિક કોન્ટ્રાક્ટ વેલ્યુમાં ઘટાડાને કારણે આ કંપનીઓની વૃદ્ધિ સિંગલ ડિજિટમાં રહી છે. અમેરિકા અને યુરોપ જેવા મોટા બજારોમાં ક્લાઉડ ખર્ચમાં ટેક્નોલોજી કંપનીઓના ખર્ચમાં ઘટાડો થયો છે.