30 અગ્રણી સ્થાનિક અને વિદેશી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સના ગ્રુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેટર લખ્યો છે. જેમાં તેમણે GST કાઉન્સિલના તાજેતરના નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. GST કાઉન્સિલે તાજેતરમાં ઓનલાઈન રિયલ-મની ગેમિંગ સેક્ટર પર 28 ટકા ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. ગ્રુપે વડાપ્રધાન અને સંબંધિત અધિકારીઓ સાથે ટૂંકી બેઠકની ઇચ્છા વ્યક્ત કરી. તેઓ GST કાઉન્સિલના 28 ટકા ટેક્સ લાદવાના નિર્ણય પર વિચાર કરવા માંગે છે. મનીકંટ્રોલે લેટરની નકલ જોઈ છે. ગ્રુપમાં ટાઈગર ગ્લોબલ, પીક XV અને સ્ટેડવ્યુ જેવા મોટા ઇન્વેસ્ટર્સનો સમાવેશ થાય છે. તેમની ચિંતા રિયલ-મની ગેમિંગ સેક્ટરમાં આશરે $2.5 બિલિયનનું ઇન્વેસ્ટ છે. GST કાઉન્સિલના નિર્ણયથી આ નાણાં ડૂબી શકે છે.