Get App

Gujarat news: વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72 ટકા, ભારતની કુલ હીરાની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 80 ટકા

Gujarat news: ગુજરાતે કેન્દ્રનું સ્થાન લેતા આજે જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર ચમકી રહ્યું છે. 2022-23માં ભારતની કુલ જેમ્સ અને જ્વેલરીની નિકાસ USD 37.73 બિલિયન સુધી પહોંચી છે. જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે પ્રી-વાઇબ્રન્ટ સમિટ જ્વેલરી ઉદ્યોગ માટે ઉજ્જવળ ભવિષ્યને પ્રદર્શિત કરે છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 11, 2023 પર 5:11 PM
Gujarat news: વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72 ટકા, ભારતની કુલ હીરાની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 80 ટકાGujarat news: વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72 ટકા, ભારતની કુલ હીરાની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 80 ટકા
હીરા ઉદ્યોગની બદલાતી ગતિશીલતાને ઓળખીને, ગુજરાત સરકાર લેબ-ગ્રોન ડાયમંડ (LGD) ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે.

Gujarat news: જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જે GDPમાં 7% ફાળો આપે છે અને ભારતની કુલ વેપારી નિકાસમાં 15%નું સંચાલન કરે છે. આ ક્ષેત્રનો વૃદ્ધિદર અન્ય ઘણા ક્ષેત્રોને પાછળ છોડી દે છે. આ ઉદ્યોગ 45 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે, જે તેને રોજગારનો નોંધપાત્ર સ્ત્રોત બનાવે છે. તેની આ ક્ષમતાની ઓળખ કરીને, ભારત સરકારે આ ઉદ્યોગને એક્સપોર્ટ પ્રમોશન માટેના એક પ્રમુખ ક્ષેત્ર તરીકે માન્યતા આપી છે.

ભારત જ્વેલરી ઉત્પાદન માટેનું વૈશ્વિક હબ બન્યું છે. દેશ વિશ્વના 75% પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે, અને નાણાકીય વર્ષ 2022-23માં ભારતની કુલ નિકાસ USD 37.73 બિલિયન સુધી પહોંચી છે. UAE સાથે તાજેતરના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)થી નિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે, જેનું લક્ષ્યાંક USD 52 બિલિયન છે.

જ્વેલરી લેન્ડસ્કેપમાં ગુજરાતની નિર્ણાયક ભૂમિકા 

ભારતના જ્વેલરી લેન્ડસ્કેપમાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને રાજ્ય વિશ્વના પ્રોસેસ્ડ હીરાનો 72% હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં 450થી વધુ સંગઠિત જ્વેલરી ઉત્પાદકો, આયાતકારો અને નિકાસકારો છે. ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટ મુખ્ય ક્લસ્ટર તરીકે ઉભરી આવ્યા છે, જેમાં સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ છે. આજે વિશ્વના 10માંથી 8 હીરા ગુજરાતમાં પ્રોસેસ થાય છે, અને તે રીતે ભારતની કુલ હીરાની નિકાસમાં રાજ્યનો હિસ્સો 80% છે. ગુજરાતના અંદાજિત 90% હીરાનું પ્રોસેસિંગ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવે છે, જે 9 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે, અને સુરતને ‘સિલ્કી સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ’ નું બિરૂદ આપવામાં આવ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો