Tax Saving: કાર દ્વારા પણ આવકવેરો બચે છે… હા, વાત સાચી છે. જો તમે પગારદાર વ્યક્તિ છો, તો તમારું સૌથી મોટું ટેન્શન આવકવેરા બચાવવાનું હશે. જો તમારે ઈન્સ્યોરન્સ, એનપીએસ, હેલ્થ ઈન્સ્યોરન્સ અને હોમ લોન લેવા છતાં ઈન્કમ ટેક્સ ચૂકવવો પડે છે, તો તમારે નવી કાર પર ઈન્કમ ટેક્સ બચાવવાના ઉપાયો વિશે જાણવું જોઈએ. નવી કાર ખરીદવા પર પણ તમને 1.50 લાખ રૂપિયા સુધીની આવકવેરામાં છૂટ મળી શકે છે.