ભારતીય લિસ્ટેડ કંપનીઓના જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ જાહેર થયા છે, જે એકંદર નબળા રહ્યા હતા. વૈશ્વિક ધોરણે સરખામણી કરીએ તો નિફ્ટી અંતર્ગત આવતી કંપનીઓની કમાણી નબળી રહી છે. હાલના સમયમાં વૈશ્વિક ધોરણે 1.2 અબજ ડૉલરની કમાણી કરનારી બાર્બી મુવી કરતા પણ નિફ્ટીની મોટા ભાગની કંપનીઓનો નફો ઓછો છે.