Income Tax Notice: આવકવેરા વિભાગે એવા સ્ટાર્ટઅપ્સને રડાર પર મૂકવાનું શરૂ કર્યું છે જેમણે નોંધપાત્ર ઇન્વેસ્ટ મેળવ્યું છે. આવકવેરા વિભાગે કેટલાક સ્ટાર્ટઅપ્સને નોટિસ મોકલી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તે 100 મિલિયન ડોલરથી વધુ મૂલ્ય ધરાવતા યુનિકોર્નને નોટિસ મોકલી રહ્યું છે. તેમની પાસેથી નાણાકીય વર્ષ 2019 અને નાણાકીય વર્ષ 2021 વચ્ચેના બિનહિસાબી ઇન્વેસ્ટની પ્રકૃતિ અને સ્ત્રોત અંગે માહિતી માંગવામાં આવી છે. અહેવાલો અનુસાર, 100 કરોડ કે તેથી વધુના દરેક ઇન્વેસ્ટની તપાસ કરવામાં આવી રહી છે. કુલ ઇન્વેસ્ટ અંગે નોટિસ મોકલવામાં આવી હોવા છતાં તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.