UNDP On Indian Economy: ભારત વર્ષ 2022માં વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થાઓમાં પાંચમા સ્થાને પહોંચ્યું હતું અને વર્ષ 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ રીતે, ભારત ઉચ્ચ આવક ધરાવતા દેશોની યાદીમાં સામેલ થયું છે, પરંતુ ભારતમાં આવકના વિતરણમાં અસમાનતા સતત વધી રહી છે. એ ચિંતાનો વિષય છે કે છેલ્લા 20 વર્ષમાં લોકોની આવક અને સંપત્તિમાં અસમાનતાની હદ ઝડપથી વધી છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDPના રિપોર્ટમાં આ મોટો દાવો કરવામાં આવ્યો છે.