Indian economy: આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7.6 ટકા હતો. જે ગત નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 6.2 ટકાની ગ્રોથ કરતા ઘણો વધારે છે. બીજા ક્વાર્ટરમાં વર્તમાન રેટ પર ભારતની GDP રૂપિયા 71.66 લાખ કરોડ હતી. આના કારણે દેશમાં માથાદીઠ વાર્ષિક આવક વધીને રૂપિયા 2.01 લાખ થઈ ગઈ છે. ડોલરમાં આ અંદાજે $2,436 વાર્ષિક છે. આ નાણાકીય વર્ષ (2023-24) ના પ્રથમ છ મહિનામાં અર્થતંત્રનો વિકાસ 7.7 ટકા હતો. જો GDPમાં આ ગ્રોથ વધુ ચાલુ રહેશે તો સપ્ટેમ્બર 2030 સુધીમાં દેશમાં માથાદીઠ આવક વધીને વાર્ષિક $3,600 થઈ શકે છે. 2014માં માથાદીઠ આવક માંડ $1,560 વાર્ષિક હતી. બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિમાં તમામ સેક્ટરોએ યોગદાન આપ્યું છે. પરંતુ, સૌથી મોટો ફાળો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 13.3 ટકા હતો.