Solar Panel Import From China: ભારત ચીનથી ઇમ્પોર્ટ પરની તેની નિર્ભરતા સતત ઘટાડી રહ્યું છે. આનો સીધો ફાયદો ભારતીય મેન્યુફેક્ચરિંગ કંપનીઓને થઈ રહ્યો છે. આ આત્મનિર્ભરતા તરફ દેશનું મજબૂત બદલાવ દર્શાવે છે. એક રિપોર્ટ અનુસાર, 2023ના પહેલા છ મહિનામાં ચીનમાંથી ભારતની સોલર મોડ્યુલની ઇમ્પોર્ટમાં 76 ટકાનો મોટો ઘટાડો થયો છે. ગુરુવારે એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ સોલાર મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગ્લોબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમ્બરના રિપોર્ટ અનુસાર વાર્ષિક ધોરણે ચીનમાંથી ભારતની સોલાર મોડ્યુલની ઇમ્પોર્ટ 2022ના પ્રથમ છ મહિનામાં 9.8 GW થી ઘટીને 2023ના સમાન સમયગાળામાં માત્ર 2.3 GW રહી ગઈ છે.