ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બેન્કના આગામી પ્રમુખ બનશે. વિશ્વ બેન્કના 25 સભ્યોના બોર્ડે બુધવારે 3 મેના રોજ તેમના નામને મંજૂરી આપી હતી. અજય બંગા 2 જૂને વર્લ્ડ બેન્કનો ચાર્જ સંભાળશે અને તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. મળતી માહિતી મુજબ અજય બંગા આ પદ માટે બિનહરીફ ચૂંટાયા છે. બંગા અગાઉ માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ હતા. બંગા ફાઇનાન્સ અને ડેવલપમેન્ટમાં બહોળો અનુભવ લાવે છે અને તેને ક્લાઇમેટ ચેન્જ અને અન્ય વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વિશ્વ બેન્કને મજબૂત બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.