Jet Airways News: ડોમેસ્ટીક એરલાઈન જેટ એરવેઝ (Jet Airways) ફરી એકવાર આકાશમાં જોવા મળી શકે છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ તેનું એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ (AOC) રિન્યુ કર્યું છે, જેનો અર્થ છે કે ફરી એકવાર તેનું એરક્રાફ્ટ ઉડાન ભરી શકશે. જેટ એરવેઝ દ્વારા મળેલી આ મંજૂરી વિશે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ (Jalan-Kalrock Consortium) આ કન્સોર્ટિયમ જેટ એરવેઝની એરલાઈન્સને ફરી શરૂ કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ખરાબ નાણાકીય સ્થિતિને કારણે લગભગ ચાર વર્ષ પહેલા 2019માં જેટ એરવેઝની એરલાઈન્સ બંધ કરી દેવામાં આવી હતી.