MPL Layoffs: મોબાઈલ પ્રીમિયમ લીગ (MPL)એ તેના લગભગ 350 કર્મચારીઓને છૂટા કર્યા છે. આ ભારતમાં તેના કુલ વર્કફોર્સના 50 ટકા છે. આ બાબતથી વાકેફ લોકોએ મનીકંટ્રોલને આ વાત જણાવી. MPL એ એક ઈ-સ્પોર્ટ્સ અને સ્કિલ ગેમિંગ સ્ટાર્ટઅપ છે જેણે હવે યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. MPLએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે GST કાઉન્સિલે ઓનલાઈન-ગેમિંગમાં ખર્ચવામાં આવેલી સમગ્ર રકમ પર 28 ટકા જેટલો ટેક્સ લગાવવાનું સૂચન કર્યું છે. કૌશલ્ય આધારિત રમત અને તક આધારિત રમત વચ્ચે કોઈ ભેદ નથી. હાલમાં, આ ગેમિંગ કંપનીઓ હાલમાં પ્લેટફોર્મ ફી પર 18 ટકા GST ચૂકવે છે.