Get App

MPC Minutes: ટૂંકા ગાળે ફુગાવો વધવાની ચિંતા

મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના મોટા ભાગના સભ્યોએ ટૂંકા ગાળે ફુગાવો વધવાની ચિંતા વ્યક્ત કરી હોવાનું મોનેટરી પોલિસી મીટિંગની મીનિટ્સમાં જણાવવામાં આવ્યું છે. આ મહિના આઠથી ૧૦ તારીખ દરમિયાન એમપીસીની મીટિંગ થઈ હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 7:10 PM
MPC Minutes: ટૂંકા ગાળે ફુગાવો વધવાની ચિંતાMPC Minutes: ટૂંકા ગાળે ફુગાવો વધવાની ચિંતા

મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના મોટા ભાગના સભ્યોએ ટૂંકા ગાળે ફુગાવો વધવાની ચિંતા વ્યક્ત કરી હોવાનું મોનેટરી પોલિસી મીટિંગની મીનિટ્સમાં જણાવવામાં આવ્યું છે. આ મહિના આઠથી ૧૦ તારીખ દરમિયાન એમપીસીની મીટિંગ થઈ હતી.

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI) ગવર્નર શક્તિકાંત દાસના મતે જુલાઈ અને ઓગસ્ટમાં ટમેટા અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થવાથી ફુગાવો વધુ રહેશે. કમિટીના અન્ય એક સભ્ય રાજીવ રાજને કહ્યું કે અલ નિનોને લીધે છેલ્લા બે મહિનાથી ચોમાસુ અસામાન્ય છે અને વૈશ્વિક ધોરણે અનાજના ભાવમાં વોલેટિલિટીને લીધે ફૂડ પ્રાઈસ આઉટલુક અનિશ્ચિત છે.

Gainers & Losers: ગુરુવારે અમૂક કંપનીઓના શૅર્સમાં તોફાની વધઘટ જોવા મળી

એમપીસીની છ સભ્ય ધરાવતી કમિટીના અન્ય એક સભ્ય આશિમા ગોયલે કહ્યું કે આગામી સમયમાં ચોમાસુ અને સપ્લાયનું ચિત્ર કેવુ રહે છે એ પરિબળોને ધ્યાનમાં રાખીને ભવિષ્યના દર નક્કી કરવા પડશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો