Mukesh Ambani: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ફરી એકવાર ગ્લોબલ બિઝનેસ જગતમાં પોતાની તાકાત દર્શાવી છે. સતત બીજા વર્ષે, મુકેશ અંબાણી બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2024માં બીજા સ્થાને છે. આ માઈલસ્ટોન સુધી પહોંચવાના માર્ગમાં તેણે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, એપલના ટિમ કૂક અને ટેસ્લાના ઈલોન મસ્કને પાછળ છોડી દીધા છે. આ સાથે મુકેશ અંબાણી 'ડાઇવર્સિફાઇડ' ગ્રુપની શ્રેણીમાં ટોચના ક્રમાંકિત સીઇઓ પણ બની ગયા છે.